પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વામાં ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 30 આતંકવાદીઓને ઠાર કર્યા છે. એઆરવાય ન્યૂઝ અનુસાર, શુક્રવાર અને શનિવારે સેનાએ ખૈબરના અલગ-અલગ સ્થળોએ આતંકીઓ વિરુદ્ધ ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
પ્રથમ એન્કાઉન્ટર ખૈબર પખ્તુનખ્વામાં થયું હતું, જ્યાં પાકિસ્તાની સૈનિકોએ 18 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે 6 ઘાયલ થયા હતા. તે જ સમયે, કરક જિલ્લામાં એક ઓપરેશનમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્રીજe એન્કાઉન્ટર ખૈબર જિલ્લાના બાગ વિસ્તારમાં થઈ હતી. અહીં સેનાએ ચાર આતંકીઓને ઠાર કર્યા, જ્યારે બે ઘાયલ થયા.
માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી અનેક હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. આ પહેલા 12 જાન્યુઆરીએ પાકિસ્તાનના સુરક્ષા દળોએ ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 9 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
ખૈબર પ્રાંત પાકિસ્તાની તાલિબાનોનો ગઢ છે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતને પાકિસ્તાનનો સૌથી પરેશાન પ્રદેશ માનવામાં આવે છે. અહીં પાકિસ્તાની તાલિબાન આતંકવાદીઓ સતત પાકિસ્તાની સેનાને નિશાન બનાવે છે. આ સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે.
આ કારણે ઘણા આતંકવાદી જૂથો તેનો ઉપયોગ આશ્રયસ્થાન તરીકે કરે છે. હકીકતમાં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એક સરહદ દ્વારા અલગ પડે છે. તેને ડ્યુરન્ડ લાઇન કહેવામાં આવે છે. પાકિસ્તાન તેને સીમા રેખા માને છે, પરંતુ તાલિબાન સ્પષ્ટપણે કહે છે કે પાકિસ્તાનનું ખૈબર પખ્તુનખ્વા રાજ્ય તેનો ભાગ છે.