આજથી ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત કોન્કલેવ શરૂ થયું છે. આવું પહેલી વખત છે જ્યારે દેશમાં સ્પોર્ટ્સ કોન્કલેવનું આયોજન કરાયું છે. ગૃહ રાજ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ કોન્ક્લેવનું ઉદ્ધાટન કર્યું હતું. હર્ષ સંઘવીએ સ્ટાર્ટઅપ માટે 25 લાખના ઈનામની જાહેરાત કરી છે.
સ્પોર્ટ્સના ઈતિહાસમાં સૌથી મોટા બદલાવની શરૂઆત
હર્ષ સંઘવીએ કહ્યું કે, 'દેશના ઈતિહાસમાં કોઈ રાજ્ય સરકાર દ્વારા પહેલીવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવની શરૂઆત તો કરવામાં આવી જ છે, પરંતુ તેની સાથે તેમને આઈડિયા પીચ કરવાનો અવસર પણ આપવામાં આવ્યો છે. સાથે જ ઈનામ તરીકે 25 લાખની રકમ સ્ટાર્ટઅપ્સને આપવાની શરૂઆત કરવી એ સ્પોર્ટ્સના ઈતિહાસમાં મોટા બદલાવની શરૂઆત છે.
શક્તિદૂત યોજના ગુજરાતના રમતગમત સાથે જોડાયેલા યુવાનો માટે આશીર્વાદ રુપ યોજના છે. ગુજરાતના હજારો ખેલાડીઓને ઈમેલના માધ્યમથી શક્તિદૂત યોજનામાં કયા બદલાવની જરૂર છે. યોજનામાં કયા વિષયનો ઉમેરો કરવાથી ખેલાડીનું ભવિષ્ય કેવી રીતે બદલાઈ શકે તે માટે ઈમેઈલ કરવામાં આવ્યો છે.'