Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથિરીયા પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આજે તેઓ ધ્વજવંદન કરીને ગામના ડાયાભાઇના બાઇકમાં બેસી ઘરે જવા નીકળ્યા, ત્યારે ગ્રામ પંચાયતના ગેઇટ પાસે આંતરી ઇલ્યાસ શેરસીયા દ્વારા લોખંડના પાઇપથી હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં ઇલ્યાસ વિરૂધ્ધ ચેતન કથિરીયાએ ફરિયાદ કરી હતી તેનો ખાર રાખી હુમલો કરવામાં આવતા હાલ કુવાડવા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ચેતન કથિરીયા પર લોખંડના પાઇપથી હુમલો રાજકોટના કુવાડવા નજીક સણોસરા ગામે રહેતાં રાજકોટ તાલુકા પંચાયતના ચેરમન ચેતન ચંદ્રેશભાઇ કથીરીયા (ઉ.વ.35) ઉપર પ્રજાસત્તાક પર્વની સવારે ગ્રામ પંચાયતના ગેઇટ નજીક જ ગામના જ રહેવાસી ઇલ્યાસ રહીમભાઇ શેરસીયાએ લોખંડના પાઇપથી હુમલો કરી માર મારતાં પગમાં અને હાથમાં ઇજા થતાં કુવાડવા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તબિબી નિદાન થતાં હાથના અંગુઠામાં ફ્રેકચર થયાનું જણાયું હતું. બનાવ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. રજયા સહિત સ્ટફ હોસ્પિટલે પહોંચી ચેરમેન ચેતનભાઈ કથિરીયાની ફરિયાદ પરથી આરોપી ઇલ્યાસ વિરૂધ્ધ બીએનએસની કલમ 115(2), 117(2), 352, જીપીએકટ 135 મુજબ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.