Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ બ્રિટિશ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાયો હતો, ત્યારે આ બે દિવસના કોન્સર્ટે અમદાવાદમાં રેકોર્ડ બ્રેક રેકોર્ડ નોંધાવ્યા છે. જેમાં અમદાવાદ મેટ્રો ટેનમાં બે દિવસમાં 4.05 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. જેના માટે દર 8 મિનિટે મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી હતી. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ત્રણ દિવસમાં 1.37 લાખ લોકોએ અવરજવર કરી હતી. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્ર, કર્ણાટક અને કોલકાતાથી મુસાફરો અમદાવાદ આવ્યા હતા.


બે દિવસના કોન્સર્ટ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસથી AMC દ્વારા 15,50,000 લાખ કિલો કચરોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેના માટે 492 સફાઈકર્મીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત સઘન સફાઈ માટે 14 JCB મશીનો અને 27 ટ્રક ફાળવવામાં આવ્યા હતા. તો બીજી તરફ કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન હોટલના રૂમના ભાડા 1 લાખ સુધી પહોંચી ગયા હતા. જ્યારે પશ્ચિમ રેલવે દ્વારા બે દિવસ 5 સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવી હતી.