ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાનની ટીમ એકબીજાના દેશમાં રમવામાં કદાચ સંકોચ અનુભવે છે, પરંતુ હોકીમાં એવું નથી. પાકિસ્તાનની હોકી ટીમ હાલમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ભારતમાં છે. આ સાથે હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ કહ્યું છે કે જો જરૂર પડશે તો ભારતીય ટીમ પણ પાકિસ્તાન જઈને રમશે.
તિર્કીએ કહ્યું છે કે જો ભારતીય હોકી ટીમ 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સ દ્વારા 2024 પેરિસ ઓલિમ્પિક માટે સીધી રીતે ક્વોલિફાય કરવામાં અસમર્થ રહેશે તો ભારતીય ટીમ પાકિસ્તાન જશે અને ત્યાં ક્વોલિફાયર ટુર્નામેન્ટ રમશે. તિર્કીએ આવતીકાલે ચેન્નાઈમાં શરૂ થઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ચર્ચા કરી હતી.
એશિયાડના ગોલ્ડ મેડલિસ્ટ માટે સીધો ક્વોટા
નિયમો અનુસાર એશિયાડમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમને સીધી ઓલિમ્પિકમાં સ્થાન મળશે. એશિયાડમાં ભાગ લેનાર અન્ય દેશોએ ક્વોલિફાયર રમવું પડશે. આ વખતે ક્વોલિફાયર ટુર્નામેન્ટ પાકિસ્તાન અને સ્પેનમાં રમાવાની છે.