ભારતના વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ (18)એ જણાવ્યું કે તે કોઈપણ ટુર્નામેન્ટમાં 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને રમવા માટે તૈયાર છે. ગુકેશે 12 ડિસેમ્બરે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ચીનના ડિંગ લિરેનને 7.5-6.5થી હરાવ્યો હતો. ગુકેશ આટલી નાની ઉંમરમાં ટાઈટલ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી છે. આ પહેલા 1985માં રશિયાના ગેરી કાસ્પારોવે 22 વર્ષની ઉંમરમાં આ ખિતાબ જીત્યો હતો.
ગુકેશ અને કાર્લસન આવતા વર્ષે (2025) નોર્વે ચેમ્પિયનશિપમાં 26 મેથી 6 જૂન, 2025 દરમિયાન પ્રથમ વખત એકબીજા સામે ટકરાશે. જ્યારે ભાસ્કરે ગુકેશને પૂછ્યું તો તેણે કહ્યું કે કાર્લસન સર્વશ્રેષ્ઠ છે, જો મને તક મળશે તો હું ચેસબોર્ડ પર તેની સામે મારી કસોટી કરીશ.