બજેટ 2024નો દિવસ શેરબજારમાટે અસ્થિરતાથી ભરેલો હતો અને બજારે તેજી અને મંદી બંને ગતિવિધિઓ દર્શાવી હતી.નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટ ભાષણની શરૂઆતમાં બજાર ફ્લેટ સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું,પરંતુ કેપિટલ ગેઈન્સ ટેક્સની જાહેરાત બાદ લગભગ બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને નિફ્ટીમાં વેચવાલી આવી હતી.આ સમયગાળા દરમિયાન પીએસયુ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, બજારમાં નીચલા સ્તરોથી જબરદસ્ત રિકવરી જોવા મળી હતી.
સેન્સેક્સ 73 પોઈન્ટના ઘટાળા સાથે 80429 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 56 પોઈન્ટના ઘટાળા સાથે 24452 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 521 પોઈન્ટના ઘટાળા સાથે 51765 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારા બાદ માર્કેટમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. આજે બજારમાં એફએમસીજી શેરોમાં ઉછાળો જોવા મળ્યો.
આજના બજારમાં ટોપ ગેઇનર્સમાં ટાઇટન કંપનીના શેરમાં મહત્તમ 7%સુધીનો વધારો જોવા મળ્યો હતો.આઇટીસી 6%, ટાટા કન્ઝ્યુમર 4%,ટોરેન્ટ ફાર્મા 4%, એનટીપીસી, અદાણી પોર્ટ્સ 2% વધારો નિફ્ટીના ટોપ ગેઇનર્સ હતા,જ્યારે બીજી બાજુ શ્રીરામ ફાઇનાન્સ 3%, એલએન્ડટી 3%,ગોદરેજ પ્રોપ.3%હિન્દાલ્કો, બજાજ ફાઇનાન્સ જેવા શેરો નિફ્ટીના ટોપ લુઝર હતા.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે મધ્યમવર્ગને નવા ટેક્સ રેજિમ હેઠળ વિવિધ રાહતો આપી છે. જેમાં નવા ટેક્સ રેજિમ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા રૂ.50000 થી વધારી રૂ.75000 કરાઈ છે. તેમજ નવા ટેક્સ રેજિમ હેઠળ 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગૂ થશે નહીં. ઉલ્લેખનીય છે, જૂના ટેક્સ રેજિમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.નાણા મંત્રીએ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 10%થી વધારી 12.5%,જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ૧૫%થી વધારી 20%કર્યો છે.જ્યારે અન્ય તમામ ફાઈનાન્સિયલ અને નોન-ફાઈનાન્સિયલ એસેટ્સ પર જૂનો 15%નો દર લાગુ થશે.સરકારે સ્ટાર્ટઅપ માટે પર લગાવવામાં આવતો એન્જલ ટેક્સ નાબૂદ કર્યો છે.બજેટ 2024-25 માં 1.48 લાખ કરોડ શિક્ષણ, રોજગાર અને કૌશલ્યવર્ધન પાછળ ખર્ચવામાં આવશે. આ બજેટમાં ખેડૂતો માટે પણ કેટલીક મહત્ત્વની જાહેરાત કરાઈ.