રાજકોટ મહાપાલિકા દ્વારા ફરી ત્રણેક દિવસથી ટીપી સ્કીમ હેઠળ માલિકીના મળેલા પ્લોટમાં દબાણો હટાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં અનેક દબાણો હટાવીને કરોડોની જમીન ખુલ્લી કરાઈ છે. પરંતુ રાજકોટ મનપામાં ભળ્યા અને તે પૂર્વેના કબ્જા સાથે મળેલા અનેક પ્લોટમાં વર્ષોથી દબાણ છે. કોઇ આસામીની પોતાની જગ્યામાં દબાણ હોય તો લાખ પ્રયત્નો કરીને જગ્યા ચોખ્ખી કરે છે.
142 પ્લોટ પૈકી 99 જેટલા પ્લોટમાં દબાણો પરંતુ સરકારી તંત્રને જાણે પોતાની જમીનની કંઇ પડી ન હોય તેમ ટીપી સ્કીમ હેઠળ SEWSH (આવાસ) હેતુના કુલ 142 પ્લોટ પૈકી 99 જેટલા પ્લોટમાં સંપૂર્ણ કે અંશતઃ દબાણો હોવા છતાં તંત્ર જાણે સાવ લાચાર છે. અને માત્ર નાની-મોટી ડિમોલિશનની કામગીરી કરીને સંતોષ માની રહ્યું છે.