Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં, રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસે કોર્ટમાં જવાબ આપ્યો કે અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્ક ફક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર છે. તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DoGE)ના કર્મચારી નથી, તેથી તેમને સરકારની અંદર નિર્ણયો લેવાનો કોઈ અધિકાર નથી.


હકીકતમાં, ન્યૂ મેક્સિકોના નેતૃત્વ હેઠળના 14 અમેરિકન રાજ્યોએ ટ્રમ્પ અને મસ્ક વિરુદ્ધ વોશિંગ્ટન ડીસીની ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ રાજ્યો એલોન મસ્કને DoGE ચીફ તરીકે નિયુક્ત કરવાથી નારાજ છે. રાજ્યોના મતે, એલોને અપાર સત્તા મેળવી છે, જે યુએસ બંધારણનું ઉલ્લંઘન છે.

આ કેસ અંગે, વ્હાઇટ હાઉસ ખાતે વહીવટી કાર્યાલયના ડિરેક્ટર જોશુઆ ફિશરે કોર્ટને માહિતી આપી હતી કે મસ્કની ભૂમિકા ફક્ત સલાહકારની છે. તેમનું કામ ફક્ત રાષ્ટ્રપતિને સલાહ આપવાનું અને વહીવટીતંત્ર તરફથી કર્મચારીઓ સુધી સૂચનાઓ પહોંચાડવાનું છે.

મુકદ્દમામાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે મસ્કને સરકારી કર્મચારીઓને દૂર કરવા અને એક જ વારમાં સમગ્ર વિભાગોને નાબૂદ કરવા માટે જે અમર્યાદિત શક્તિ આપી છે તે આ દેશને સ્વતંત્રતા આપનારા લોકો માટે અત્યંત આઘાતજનક હોત.