સરકાર ટૂંક સમયમાં કેપિટલ ગેન ટેક્સના નિયમોમાં ફેરફાર કરી શકે છે. સરકારનો હેતુ કેપિટન ગેન ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવવાનો છે. તેમાં ખાસ કરીને વિશેષ ફોકસ વિવિધ એસેટમાં સમાનતા પર હશે.
એસેટ્સને ત્રણ શ્રેણીઓ - ઇક્વિટી, નોન-ઇક્વિટી ફાઇનાન્સિયલ એસેટ્સ અને અન્યમાં વિભાજીત કરી શકાય છે. તદુપરાંત સરકાર આ ટેક્સના દરોમાં પણ ફેરફારની યોજના ધરાવે છે. અનેક હોલ્ડિંગ પીરિયડને પણ તર્કસંગત બનાવાય તેવી સંભાવના છે.
કેપિટલ ગેન ટેક્સ વ્યવસ્થા થોડી જટિલ છે. તેને વધુ સરળ અને તર્કસંગત બનાવવાની જરૂર છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસના પૂર્વ સભ્ય અખિલેશ રંજનની અધ્યક્ષતા હેઠળનું ટાસ્ક ફોર્સ ઇંડેક્સેશન બેનિફિટ રૂલ્સમાં બદલાવની ભલામણ કરી ચૂક્યું છે. તેની ભલામણો જ સમીક્ષાનો મુખ્ય આધાર બની રહેશે.