અમેરિકામાં ઉડાન દરમિયાન પક્ષી ટકરાવાને કારણે વિમાનમાં આગ લાગી હતી, જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહેવાલો મુજબ, FedEx ફ્લાઇટ 3609 શનિવારે સવારે નેવાર્કથી ઇન્ડિયાનાપોલિસ માટે ઉડાન ભરી હતી. વિમાન ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં પક્ષી વિમાન સાથે અથડાયું હતું. જેને કારણે વિમાનના એન્જિનમાં આગ લાગી હતી. પાઈલટોએ તરત જ ઈમરજન્સી જાહેર કરી અને નેવાર્ક એરપોર્ટ પર પાછા ફરવાનું નક્કી કર્યું. માત્ર નવ મિનિટ પછી વિમાને સવારે 8.07 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આકાશમાં ઉડતા વિમાનના એન્જિનમાં આગ લાગી હતી. જો કે, પાઇલોટની ચપળતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. FedExના પ્રવક્તા ઓસ્ટિન કેમરે જણાવ્યું હતું કે, "અમે અમારા ક્રૂ અને અને ફર્સ્ટ રિસ્પોન્ડર્સની ઝડપી કાર્યવાહી બદલ આભારી છીએ."