મોંઘવારી, વધી રહેલા વ્યાજદરની અસરે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એફએમસીજી સેક્ટરનો દેખાવ નબળો રહ્યો હતો પરંતુ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે જે સરેરાશ છ ક્વાર્ટરના નકારાત્મક ટ્રેન્ડ બાદ સુધર્યો હોવાનું ડેટા એનાલિટિક્સ ફર્મ NIQના અહેવાલમાં દર્શાવાયું છે.
ગ્રામીણ માર્કેટ જે એફએમસીજી વેચાણમાં સરેરાશ 35 ટકા યોગદાન આપે છે. ગ્રામ્ય માર્કેટમાં 0.3 ટકાની સકારાત્મક વપરાશ વૃદ્ધિ હતી જે છ ક્વાર્ટર પછી પ્રથમ વખત વધી છે, જ્યારે શહેરી બજારોએ 5.3 ટકા સાથે મોમેન્ટમ જાળવી રાખ્યું હતું. બજારમાં અગાઉ એપ્રિલ-જૂન 2021માં વપરાશમાં વૃદ્ધિ જોવા મળી હતી અને તે પછીના ક્વાર્ટરમાં ઓક્ટોબર-ડિસેમ્બર 2022ના સમયગાળામાં ઘટાડો થયો હતો. FMCG સેક્ટરે માર્ચ ક્વાર્ટરમાં વોલ્યુમ ગ્રોથ 3.1 ટકા અને મૂલ્ય વૃદ્ધિ 10.1 ટકા નોંધી હતી.