રવિવારે લેક્સ ફ્રિડમેન સાથેના 3 કલાકના ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે પણ અમે શાંતિ વિશે વાત કરીએ છીએ, ત્યારે દુનિયા અમને સાંભળે છે, કારણ કે ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે. મેં મારા શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનને એક નવો અધ્યાય શરૂ કરવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ શાંતિના દરેક પ્રયાસનો સામનો દુશ્મનાવટ અને વિશ્વાસઘાત સાથે થયો.
પાકિસ્તાનના લોકો શાંતિ ઇચ્છે છે. અમને આશા છે કે પાકિસ્તાનને એક દિવસ સદબુદ્ધિ આવશે અને શાંતિનો માર્ગ અપનાવશે.
PM મોદીએ ઇન્ટરવ્યૂમાં ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમણે RSS, પાકિસ્તાન, ચીન, ટ્રમ્પ, વિશ્વ રાજકારણ, રમતગમત, રાજકારણ અને અંગત જીવન સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા.