યુક્રેન યુદ્ધ અંગે બુધવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે એક કલાક વાત કરી. તેની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
ટ્રમ્પે ફક્ત એટલું જ કહ્યું, 'આપણે બિલકુલ સાચા માર્ગ પર છીએ.' હું સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને NSA માઈકલ વોલ્ટ્ઝને આ વાતચીતની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવા કહીશ. અમારી મોટાભાગની વાતચીત ગઈકાલે પુતિનને મેં જે કહ્યું હતું તેની આસપાસ ફરતી હતી.
બેઠક પહેલા ઝેલેન્સ્કીએ કહ્યું કે આજે રશિયા અને યુક્રેન વચ્ચે 175-175કેદીઓની આપ-લે કરવામાં આવી છે. આ ઉપરાંત, રશિયાએ 22 ગંભીર રીતે ઘાયલ યુક્રેનિયન સૈનિકોને પણ મુક્ત કર્યા છે.
એક દિવસ પહેલા ટ્રમ્પે યુક્રેન યુદ્ધ રોકવા માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પણ ફોન કર્યો હતો. આ પછી, પુતિને કહ્યું હતું કે તેઓ આગામી 30 દિવસ સુધી યુક્રેનના ઉર્જા સ્થાપનો પર હુમલો નહીં કરે.