સૂર્યકુમાર યાદવ T20 રેન્કિંગમાં બેટિંગમાં નંબર-1 બનવાથી થોડાક માટો ચૂકી ગયો હતો. મોહમ્મદ રિઝવાન ટૉપ ઉપર યથાવત રહ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બુધવારે T20ની વર્લ્ડ રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. સૂર્યા બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને આવવાથી થોડા માટે રહી ગયો હતો. જોકે બન્ને વચ્ચેના પોઇન્ટ્સનું અંતર ઘટી ગયું છે. એક અઠવાડિયા પહેલા બહાર પડેલા રેન્કિંગમાં તેમના વચ્ચે 60 પોઇન્ટ્સનું અંતર હતું, જે અંતર હવે 16 પોઇન્ટ્સનું થઈ ગયું છે.
મોહમ્મદ રિઝવાનના 854 પોઇન્ટ્સ છે, જ્યારે સૂર્યાના 838 પોઇન્ટ્સ છે. તો બાબર આઝમ 801 પોઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. તો બીજી બાજુ વિરાટ કોહલી અને રોહિત શર્માને રેન્કિંગમાં નુક્સાન થયું છે.