નિકાસકારોએ વૈશ્વિક પડકારો વચ્ચે લિક્વિડિટીની અછત વચ્ચે MSMEsને ધિરાણની સરળ ઉપલબ્ધતા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમનને લખાયેલા પત્રમાં નિકાસકારોના સંગઠન ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને (FIEO) આગામી 31 માર્ચ, 2024 સુધી ઇમરજન્સી ક્રેડિટ લિન્કડ ગેરેંટી સ્કીમને વધારવા માટે તેમજ MSMEs ઉત્પાદકો માટે 5% વ્યાજ સબસિડીનો ફાયદો ફરીથી ચાલુ કરવા માટે પણ અનુરોધ કર્યો છે.
નિકાસકારોએ પત્રમાં ચિંતા વ્યક્ત કરી હતી કે વૈશ્વિક સ્તરે સ્લોડાઉનને કારણે મંદ પડેલી નિકાસને કારણે કેટલાક MSME સેક્ટર્સને ફટકો પડ્યો છે. એટલે જ FIEOએ આગામી 31 માર્ચ, 2024 સુધી ECLGS સ્કીમની સમયમર્યાદાને વધારવાની અપીલ કરી છે. આ સ્કીમની સમયમર્યાદાને વધારવાથી લખુ, નાના તેમજ મધ્યમ ઉદ્યોગોને પડકારજનક સમયમાંથી બહાર નીકળવામાં મદદ મળશે. વ્યાજદરો વધવા સાથે, MSEMsને 8-11%ના દર વચ્ચે ધિરાણ મળી રહ્યું છે.