Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજયના મહેસૂલી કર્મચારીઓએ પ્રશ્નો હલ કરવાની માંગણી ઉઠાવી આજે રાજકોટ સહિત રાજયના તમામ જિલ્લા મથકો પર મહેસુલી કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓના પ્રશ્નો હલ કરવા 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જેમાં નાયબ મામલતદારથી મામલતદારના પ્રમોશન આપવા, જિલ્લા ફેરબદલીની જેટલી રજૂઆતો હાલ પડતર પડેલી હોય તેનો તાત્કાલીક નિકાલ કરવા, કારકુનથી નાયબ મામલતદારના પ્રમોશનની કાર્યવાહી ચાલુ કરવા માંગ કરવામાં આવી છે.


નાયબ મામલતદારથી મામલતદારના પ્રમોશન આપવાની કાર્યવાહી કરવા જણાવાયું રાજકોટ ખાતે જિલ્લા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલા તથા મહામંત્રી એચ.ડી.રૈયાણી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું છે કે, નાયબ મામલતદાર સંવર્ગની પ્રવરતાવાદી છેલ્લા આઠ વર્ષથી બની નથી. જેથી, નાયબ મામલતદારોની રજૂઆતોને ધ્યાને લઇ તેમને ડીમ્ડડેટ મુજબ યાદીમાં આગળનું સ્થાન મળવાપાત્ર હોય તો તે મુજબ ડીમ્ડડેટ સાથે નિયમોનુસાર અદ્યતન પ્રવરતાયાદી બનાવવામાં આવે તેમજ તેના આધારે નાયબ મામલતદારથી મામલતદારના પ્રમોશન આપવાની કાર્યવાહી કરવા જણાવાયું છે.

કર્મચારી મંડળ દ્વારા તંત્રને 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું આ ઉપરાંત રાજયમાં ફરજ બજાવતા કર્મચારીઓની જિલ્લા ફેરબદલીની જેટલી રજૂઆતો હાલ પડતર પડેલી હોય તેનો તાત્કાલિક નિકાલ કરવા તેમજ કારકુનથી નાયબ મામલતદારના પ્રમોશનની કાર્યવાહી હાલ ચાલુ હોય જેમાં હાલ ઉપલબ્ધ મહતમ જગ્યાઓ પર પ્રમોશન આપવા માંગણી કરવામાં આવી છે તેમજ હાલમાં જે નાયબ મામલતદારોની મંજુરી વગર જિલ્લા ફેર બદલીના હુકમો કરેલ છે તે તમામ હુકમો રદ કરવા જણાવાયું છે. આડેધડ કરાયેલા આ બદલીના હુકમો કરાયેલા છે, જેના કારણે કર્મચારીઓના સામાજિક અને પારિવારિક જીવન પર વિપરીત અસર થાય તેમ છે તેમજ મહિલા કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. કર્મચારીઓના આ પ્રશ્ન કરવા માટે કર્મચારી મંડળ દ્વારા તંત્રને 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ પ્રશ્નો હલ નહીં કરાય તો મહેસૂલ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે તેમજ માસ સીએલ હડતાલ જેવા આંદોલનાત્મક કાર્યક્રમ આપશે.