Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષ

Queen of Swords

આજનો દિવસ સ્પષ્ટ વિચાર અને ડહાપણ ભરેલો રહેશે. પરિવારમાં કોઈ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તમારા મક્કમ નિર્ણયની જરૂર પડી શકે છે. પ્રામાણિક્તાથી વાતાવરણ સારું રહેશે. યોજનાઓની સંપૂર્ણ તપાસ કરીને, યોગ્ય નિર્ણયો લઈને વેપારમાં સફળતા પ્રાપ્ત કરશો. પરિવારની મહિલાઓ કે વડીલો આજે વિશેષ ભૂમિકા ભજવી શકે છે. ઘરમાં શાંતિ રહેશે, પરંતુ તમારે કેટલીક પરિસ્થિતિ અંગે કડક પગલાં લેવા પડશે.

કરિયરઃ જે લોકો એડમિનિસ્ટ્રેશન, એજ્યુકેશન કે કાયદાકીય ક્ષેત્રે છે, તેમણે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. ઓફિસમાં તમારો અભિપ્રાય અને નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવશે. નવી નોકરીમાં રસ ધરાવતા લોકોને આજે સારી તક મળી શકે છે, પરંતુ દરેક પગલું સમજી વિચારીને ઉઠાવો. આજે તમારી નિર્ણાયક ક્ષમતા કાર્યસ્થળમાં ખૂબ મદદરૂપ થશે.

લવઃ સંબંધોમાં વાતચીતનો અભાવ સમસ્યાઓ વધારી શકે છે. જીવનસાથી સાથે ખૂલીને વાત કરો અને વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરો. સિંગલ લોકોને જૂના સંબંધોની યાદો, નવો સંબંધ શરૂ કરતા અટકાવી શકે છે. વર્તમાન સંબંધોમાં જૂની સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર પડી શકે છે. સ્પષ્ટતા અને સમજણ સાથે સંબંધોમાં સંતુલન જાળવો

સ્વાસ્થ્યઃ માનસિક સ્થિરતા અને સ્પષ્ટ વિચારોને કારણે શારીરિક સ્થિતિ સારી રહેશે. જોકે, માનસિક દબાણ માથાનો દુખાવો અથવા તણાવ અનુભવી શકો છો. શરીરમાં થાક અનુભવી શકો છો, તેથી આરામ પણ જરૂરી છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સંતુલિત આહાર લો.

લકી કલરઃ વાદળી

લકી નંબરઃ 2

***

વૃષભ

One of Swords

આજનો દિવસ માનસિક સ્પષ્ટતા અને વિચારનો રહેશે. કોઈ જૂની સમસ્યા અચાનક ઉકેલાઈ શકે છે, જેનાથી રાહત મળશે. પરિવારમાં કોઈ જૂના મુદ્દાને લઈને ગંભીર ચર્ચા થઈ શકે છે, પરંતુ તેનો ઉકેલ પણ મળી જશે. વેપારમાં કોઈ નવી માહિતી અથવા નવો પ્રસ્તાવ મળી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. મહિલાઓ તેમના પરિવાર સાથે થોડો સમય પસાર કરવા માટે ખૂબ વ્યસ્ત હોઈ શકે છે. ઘરમાં શાંતિ રહેશે, પરંતુ કોઈપણ વિવાદનો ઉકેલ ન મળવાથી પરિસ્થિતિ જટિલ બની શકે છે.

કરિયરઃ ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણયને લઈને માનસિક સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. સમજી-વિચારીને લીધેલા નિર્ણયોથી ફાયદો થશે, પરંતુ ઉતાવળ ટાળો. કાર્યકારી જીવનમાં નવો વળાંક આવી શકે છે, પરંતુ તેના માટે સંપૂર્ણપણે તૈયાર રહેવું પડશે.

લવઃ સંબંધોમાં કેટલીક બાબતો અચાનક સામે આવી શકે છે, જેના કારણે ભાવનાત્મક ઉથલપાથલ શક્ય છે. જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે સાવચેત રહો, કારણ કે શબ્દોનું ખોટું અર્થઘટન થઈ શકે છે. અવિવાહિત લોકો જૂના સંબંધો સાથે જોડાયેલી કડવી યાદોને છોડીને નવી શરૂઆત વિશે વિચારી શકે છે.

સ્વાસ્થ્યઃ વધુ પડતા માનસિક દબાણથી પેટ કે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. અમુક સમયે આરામ અને તાજગી જાળવવા માટે ઊંડા શ્વાસ લો અને ધ્યાન કેન્દ્રિત કરો. સ્વાસ્થ્ય સંબંધી કોઈ નાની-મોટી સમસ્યાને અવગણશો નહીં.

લકી કલરઃ સફેદ

લકી નંબરઃ 1

***

મિથુન

Three of Wands

આજનો દિવસ નવી સંભાવનાઓ અને વિસ્તરણનો રહેશે. પ્રયત્નોના સારા પરિણામ મળવાની સંભાવના છે, જેનાથી આત્મવિશ્વાસ વધશે. પરિવારમાં એકતા અને સહકાર રહેશે અને દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરશે. વેપારમાં વિસ્તરણ અને નવી તકો આવી શકે છે. કોઈ જૂનો પ્રોજેક્ટ, જે અટકી ગયો હતો, તે હવે આગળ વધી શકે છે. મહિલાઓ તેમની યોજનાઓમાં પરિવર્તન લાવી શકે છે અને ઘરમાં સારા ફેરફારોની સંભાવના છે. બાળકોને નવું શીખવા અને અનુભવો મળી શકે છે.

કરિયરઃ કરિયરમાં સારા પરિણામ મળી શકે છે. કોઈ મોટો પ્રોજેક્ટ વિસ્તરી શકે છે, જે સફળતાનો માર્ગ મોકળો કરી શકશે. જો નવી શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો, તો આ યોગ્ય સમય છે. નોકરી બદલવાની કે ઉચ્ચ પદ મેળવવાની તકો ઊભી થઈ શકે છે. સહકર્મીઓ તરફથી સારો સહયોગ મળશે અને કાર્યસ્થળે તમારી વ્યૂહરચના સફળ થશે. ધ્યાનમાં રાખો કે કોઈપણ યોજનાને શરૂઆતમાં જ બરાબર સમજવી જોઈએ.

લવઃ સંબંધોમાં સ્થિરતા અને વધુ સારી સંવાદિતા રહેશે. જીવનસાથી સાથે નવા અનુભવો અને પ્રવૃત્તિઓ શેર કરી શકો છો. વિશ્વાસ અને સમર્થન સંબંધને વધુ મજબૂત બનાવશે. ભાવનાત્મક રીતે એકબીજાને સમજી શકશો, જે સંબંધમાં ખુશી લાવશે.

સ્વાસ્થ્યઃ શારીરિક રીતે સક્રિય અને ઉત્સાહી અનુભવ કરશો. જોકે, વધુ પડતું કામ કરવાથી થોડો થાક લાગી શકે છે. આરામ અને કસરતથી સ્વાસ્થ્ય સુધરશે. યોગ્ય ખાણીપીણી અને નિયમિત દિનચર્યાથી સ્વસ્થ રહેશો.

લકી કલરઃ નારંગી

લકી નંબરઃ 3

***

કર્ક

The Hermit

આજનો દિવસ આત્મનિરીક્ષણ અને એકાંતમાં સમય વિતાવવાનો રહેશે. આંતરિક અવાજને સાંભળવાની તક મળશે, જે જીવનના કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ પર વિચાર કરવામાં મદદ કરશે. પરિવારમાં શાંતિ રહેશે, પરંતુ તમારા માટે થોડો સમય આપવો પડશે. જૂની પરિસ્થિતિ વિશે વિચારવાનો સમય મળશે. વેપારમાં કોઈ નિર્ણય માટે તમને તમારી અંદરથી માર્ગદર્શન મળશે, પરંતુ અન્યની સલાહ લેવી પણ જરૂરી છે.

કરિયરઃ કરિયારમાં તમારી છુપાયેલી સંભાવનાઓને અનુભવી શકો છો. કોઈ ખાસ પ્રોજેક્ટ અથવા જવાબદારીને લઈને ઊંડા વિચારો આવી શકે છે. નવી દિશા કે પરિવર્તન માટે સમય યોગ્ય છે, પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. ઉપરી અધિકારીઓ પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો, પરંતુ ખાતરી કરો કે તે તમારા પોતાના વિચારો સાથે મેળ ખાય છે.

લવઃ સંબંધોમાં થોડું અંતર બની શકે છે અને તમે જીવનસાથીથી થોડા ભાવનાત્મક રીતે અલગ થઈ રહ્યા છો તેવું અનુભવશો. આ સમયે તમારે તમારી લાગણીઓને ધ્યાનમાં લેવાની જરૂર પડશે. અવિવાહિત લોકો જૂના સંબંધોમાંથી બહાર આવી શકે છે અને આત્મનિરીક્ષણ કરી શકે છે. કોઈપણ નિષ્કર્ષ પર ન જશો, કારણ કે તે મૂંઝવણ પેદા કરી શકે છે.

સ્વાસ્થ્યઃ માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. ધ્યાન અને યોગ માનસિક શાંતિ લાવશે. શારીરિક રીતે પણ સારું અનુભવશો. થાક અને આળસ અનુભવી શકો છો, માનસિક દબાણ અથવા ચિંતાથી બચવા માટે થોડો સમય એકાંતમાં વિતાવવો ફાયદાકારક રહેશે.

લકી કલરઃ રાખોડી

લકી નંબરઃ 9

***

સિંહ

Ten of Wands

આજનો દિવસ ભારે જવાબદારીઓ અને તણાવ રહી શકે છે. તમારા ખભા પર ઘણો બોજ છે તેવું અનુભવશો, જે માનસિક અને શારીરિક રીતે થકવી શકે છે. પરિવારમાં કેટલીક જટિલ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે, જેનો સામનો કરવા માટે વધારાના પ્રયત્નો કરવા પડશે. વેપારમાં કામનું દબાણ વધુ રહેશે, પરંતુ યોગ્ય યોજનાઓ સાથે સંતુલિત કરી શકાય છે. ઘરની કોઈ જૂની સમસ્યા ફરી ઉભી થઈ શકે છે અને તેને ઉકેલવા માટે વધારાનો સમય અને શક્તિ લગાવવી પડી શકે છે.

કરિયરઃ આજે કામનું વધુ પડતું દબાણ અનુભવી શકો છો. મોટા પ્રોજેક્ટ્સ અને પેન્ડિંગ કામ પૂરાં કરવા માટે સખત મહેનત કરવી પડશે. સહકર્મીઓ પાસેથી સહકારની વધુ અપેક્ષા રહેશે નહીં, તેથી તમારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈપણ વધારાની જવાબદારી લેવાનું ટાળો.

લવઃ સંબંધોમાં તણાવ અને મતભેદનું વાતાવરણ બની શકે છે. જીવનસાથી સાથે કોઈ બાબત પર મતભેદ થઈ શકે છે, જેના કારણે તણાવ રહેશે. કોઈપણ જૂના મુદ્દા પર એકબીજા પર દબાણ લાવવાનું ટાળો. અવિવાહિત લોકો પણ જૂના સંબંધની યાદોમાંથી મુક્ત થઈ શકશે નહીં.

સ્વાસ્થ્યઃ શારીરિક થાક અને માનસિક દબાણને કારણે નબળાઈ અનુભવી શકો છો. વધુ પડતું કામ અને તણાવ શરીર પર અસર કરી શકે છે. આરામ કરવાનો અને પોતાને રિચાર્જ કરવાનો સમય છે. નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને યોગ્ય ઊંઘથી સ્વાસ્થ્ય જાળવી શકો છો.

લકી કલરઃ લાલ

લકી નંબરઃ 5

***

કન્યા

Three of Cups

આજનો દિવસ આનંદ, મિત્રતા અને સામાજિક સંબંધોનો રહેશે. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાની સારી તક મળશે. કોઈ ખુશીના પ્રસંગ અથવા આયોજનનો ભાગ બની શકો છો, જે મનને ખુશ રાખશે. વેપારમાં કોઈ જૂનો પ્રોજેક્ટ ફળીભૂત થઈ શકે છે અને તે સારા સંબંધોમાં પરિણમશે. મહિલાઓને તેમની મહેનતનું ફળ મળશે અને ઘરમાં સારું વાતાવરણ રહેશે. સંતાન તરફથી પણ ખુશીના સમાચાર મળી શકે છે. નવા સંબંધો બનાવવા અને જૂના સંબંધોને મજબૂત કરવાનો આ સમય છે.

કરિયરઃ કરિયરમાં મિત્રો અને સહકર્મીઓનો સહયોગ મળશે. સામૂહિક કાર્યમાં સફળતા મળશે અને ટીમ સાથે મળીને કરેલા પ્રયત્નો સારા પરિણામ આપી શકે છે. કોઈ મોટા પ્રોજેક્ટમાં સહયોગ કરીને આગળ વધવાની તક મળશે. ટીમનું નેતૃત્વ કરનારને સારા પરિણામો પ્રાપ્ત થશે.

લવઃ સંબંધોમાં આજે પ્રેમ અને ખુશીનું વાતાવરણ રહેશે. જીવનસાથી સાથે કોઈ ખાસ પળ શેર કરશો. જૂના સંબંધો અને મિત્રતામાં પણ નવી તાજગી અનુભવશો. અવિવાહિત લોકો જૂના મિત્ર સાથે રોમેન્ટિક સંબંધ શરૂ કરી શકે છે, આ સંબંધ ઊંડી સમજણ વિકસાવશે. સંબંધોમાં પરસ્પર બંધન વધુ મજબૂત બનશે.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય સંબંધી કોઈ મોટી સમસ્યા રહેશે નહીં. માનસિક રીતે પ્રસન્ન અને શારીરિક રીતે સક્રિય અનુભવ કરશો. પ્રસન્નતા અને સંતોષના કારણે શરીરમાં ઊર્જાનો પ્રવાહ રહેશે. જોકે, વધુ પડતા ઉત્સાહથી થાક લાગી શકે છે.

લકી કલરઃ ગુલાબી

લકી નંબરઃ 3

***

તુલા

Page of Cups

ભાવનાત્મક દૃષ્ટિકોણથી આજનો દિવસ સારો રહેશે. જીવનમાં કોઈ સારા સમાચાર અથવા નવી શરૂઆત થઈ શકે છે. પરિવારના કોઈ સભ્ય તરફથી પ્રેમ અને સહયોગ મળશે, જે મનને શાંતિ આપશે. સંબંધોમાં નવીનતા અને રોમાંસ આવવાની સંભાવના છે. વેપારમાં નવી યોજનાઓ શરૂ કરી શકો છો, જે ભવિષ્યમાં સારા પરિણામ આપી શકે છે. સ્ત્રીઓ માટે, આ સર્જનાત્મકતા અને સેલ્ફ એક્સ્પ્લોરેશનનો સમય છે. બાળકો સંબંધિત કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે, જેનાથી ઘરનું વાતાવરણ ખુશનુમા બની જશે.

કરિયરઃ કાર્યમાં સર્જનાત્મકતા અને નવા વિચારો આવશે, જે સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. ઓફિસમાં કોઈ સહકર્મી સહકાર આપશે, જેના કારણે યોજનાઓ સફળ થશે. જે લોકો કલા, લેખન અથવા સર્જનાત્મક ક્ષેત્રે છે, તેમને નવી તકો મળી શકે છે.

લવઃ સંબંધોમાં લાગણીઓનું વધુ આદાનપ્રદાન થશે. જીવનસાથી તમારી સંવેદનશીલતાને સમજશે અને તમારી સાથે ઊંડી વાતચીત કરશે. પ્રેમમાં નવીનતા અને રોમાંસમાં વધારો થશે. અવિવાહિત લોકો કોઈને મળી શકે છે, જે તેમને ભાવનાત્મક રીતે આકર્ષિત કરશે. હૃદય સંબંધિત સંબંધોને વધુ મજબૂત કરવાનો આ સમય છે.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય સંબંધી કોઈ મોટી સમસ્યા રહેશે નહીં, પરંતુ માનસિક શાંતિ જાળવી રાખવી જરૂરી છે. જૂના તણાવને ભૂલીને હળવાશ અનુભવશો. શારીરિક રીતે પણ સારું અનુભવશો. યોગ્ય આહાર અને પર્યાપ્ત આરામથી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે.

લકી કલરઃ ભુરો

લકી નંબરઃ 2

***

વૃશ્ચિક

Page of Pentacles

આજનો દિવસ નવી શરૂઆત અને તકોથી ભરેલો રહેશે. પ્રયત્નો ફળ આપી શકે છે અને ભવિષ્યમાં સારી તક મળી શકે છે. પરિવારમાં સ્થિરતા રહેશે, પરંતુ તમારી મહેનત અને સમર્પણથી પરિસ્થિતિ સુધરી શકે છે. વેપારમાં કોઈ નવી યોજના અથવા રોકાણનો વિચાર મનમાં આવી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ સમય જ્ઞાન અને શીખવાનો છે, તેથી કોઈ નવા ક્ષેત્રમાં તમારો હાથ અજમાવવાનું વિચારી શકો છો. ઘરની મહિલાઓ કે વડીલો કોઈ આર્થિક બાબતમાં મદદ કરી શકે છે.

કરિયરઃ કોઈ નવો પ્રોજેક્ટ અથવા જવાબદારી લેવાનો વિચાર મનમાં આવશે. આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો આ સમય છે. કુશળતાને નિખારવાની તક મળશે. યોજનાઓને વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવાથી સારા પરિણામો મળશે.

લવઃ સંબંધોમાં સ્થિરતા આવશે અને બંને ભાગીદારો એકબીજાને સંપૂર્ણ રીતે સમજી શકશે. સંબંધોમાં વધારે ઉથલપાથલ નહીં થાય, પરસ્પર વિશ્વાસ અને સહયોગ સંબંધને મજબૂત બનાવશે. સિંગલ લોકો એવી વ્યક્તિને મળી શકે છે, જે ગંભીરતાથી સંબંધને આગળ વધારવામાં રસ બતાવે. ભાવનાઓમાં સ્થિરતા રહેશે અને જીવનસાથી સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો.

સ્વાસ્થ્યઃ આરામ કરવા માટે સમય કાઢો. નિયમિત કસરત અને યોગ્ય આહાર સ્વાસ્થ્યને સુધારશે. શરીરમાં કોઈ નબળાઈનો સામનો કરવો નહીં પડે. માનસિક સ્થિતિ પણ સંતુલિત રહેશે.

લકી કલરઃ લવન્ડર

લકી નંબરઃ 7

***

ધન

King of Cups

આજનો દિવસ ભાવનાત્મક રીતે સંતુલિત અને સુમેળભર્યો રહેશે. ડહાપણ અને સંયમ ઘર અને કાર્યસ્થળ બંને જગ્યાએ વાતાવરણ શાંત રાખશે. પરિવારની કોઈ સમસ્યાનો ઉકેલ આવી શકે છે અને તમે બધાને સાથે લઈ શકશો. વેપારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે શાંત મનથી કામ કરવું પડશે અને તમારી બુદ્ધિ સાચી દિશા બતાવશે. મહિલાઓ તેમના પરિવાર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

કરિયરઃ આજે કરિયરમાં તમારી બુદ્ધિ અને અનુભવનો પૂરો લાભ મળશે. ઉપરી અધિકારીઓ દ્વારા તમારા વિચારોની પ્રશંસા કરવામાં આવશે. જો તમે નેતૃત્વની ભૂમિકામાં છો, તો તમે માર્ગદર્શક તરીકે કાર્ય કરશો. તમારી સલાહ ટીમ માટે ખૂબ જ મૂલ્યવાન સાબિત થશે.

લવઃ જીવનસાથી માટે પૂરતો સમય અને લાગણીઓ હશે. જીવનસાથી સાથે વાતચીતમાં, તમે તેના વિચારો અને લાગણીઓને સમજવાનો પ્રયાસ કરશો. અવિવાહિત લોકો શાંત અને વિચારશીલ વ્યક્તિને મળી શકે છે, જે તમારા જીવનમાં સ્થિરતા અને પ્રેમ લાવશે. વિશ્વાસ અને પરસ્પર સમજણથી સંબંધો મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અનુભવ કરશો. આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ જળવાઈ રહેશે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શરીરમાં કોઈ ખાસ સમસ્યા નહીં આવે, પરંતુ માનસિક દબાણથી બચવા માટે પોતાને આરામ આપવો જરૂરી છે. નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર આરોગ્ય જાળવશે.

લકી કલરઃ લીલો

લકી નંબરઃ 2

***

મકર

Knight of Pentacles

આજનો દિવસ સખત મહેનત અને અનુશાસનનો રહેશે. પ્રયત્નોની અસર ધીરે ધીરે દેખાવા લાગશે, પરંતુ આ માટે તમારે સતત મહેનત કરવી પડશે. પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે, જે પરિસ્થિતિને સ્થિર કરશે. વેપારમાં જૂના પ્રોજેક્ટને ફરીથી સક્રિય કરવાનો વિચાર આવી શકે છે, અને તે સફળ થઈ શકે છે. મહિલાઓ કોઈપણ નવી યોજનાને પૂર્ણ કરવા માટે પૂરા ધ્યાનથી કામ કરશે. ઘરમાં શાંતિ અને સંતુલન જાળવવાના પ્રયાસો કરવામાં આવશે.

કરિયરઃ આખા દિવસની મહેનતનું સારું પરિણામ મળી શકે છે, પરંતુ તે ધીમી ગતિએ રહેશે. મહેનતને ઓળખવામાં આવશે અને સહકર્મીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવશે. કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં રોકાણ કરીને સફળતા મેળવી શકો છો.

લવઃ સંબંધોમાં ભાવનાત્મક રીતે થોડો સમય અને ધ્યાન આપવું પડશે. જીવનસાથી સાથેના સંબંધોને મજબૂત કરવા માટે, તમારી મહેનત અને વિશ્વાસનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. અવિવાહિત લોકો જૂના મિત્ર સાથે સંબંધ શરૂ કરી શકે છે. એકબીજા સાથે લાંબો સમય પસાર કરી શકશો.

સ્વાસ્થ્યઃ દિનચર્યામાં થોડા ફેરફારથી તાજગી અનુભવશો. વ્યાયામ અને સારા આહાર દ્વારા આરોગ્ય જાળવો. તણાવ ટાળવા માટે કાર્યોને ધીમેથી અને યોગ્ય રીતે હાથ ધરો. આરામ અને યોગ્ય ઊંઘથી ઊર્જા જળવાઈ રહેશે.

લકી કલરઃ કિરમજી

લકી નંબરઃ 6

***

કુંભ

Four of Swords

આજનો દિવસ આરામ અને માનસિક શાંતિ માટે રહેશે. થોડી રાહતની જરૂર હોવાનો અનુભવ થશે, જેથી આરામ કરવા માટે સમય કાઢો. પરિવારમાં કોઈ સમસ્યાનો ઉકેલ આવી શકે છે, પરંતુ તેને ઉકેલવા માટે થોડી ધીરજ અને સમયની જરૂર પડશે. વેપારમાં કોઈ જૂના નિર્ણય પર પુનર્વિચાર કરી શકો છો અને વધુ સારી દિશા માટે આરામથી વિચારશો. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને માનસિક શાંતિનો અનુભવ કરશો. માનસિક ઊર્જા રિચાર્જ કરવાનો આ સમય છે.

કરિયરઃ આ સમયે તમારે કામમાંથી થોડી રાહત લેવી જરૂરી છે, જેથી યોગ્ય દિશામાં વિચારી શકો. જો તણાવપૂર્ણ પરિસ્થિતિમાં છો, તો પછી એક પગલું પાછળ હટીને આરામ કરવાની જરૂર છે. કરિયરના આગળના પગલા વિશે શાંતિથી વિચારવાનો સમય મળશે. કામકાજમાં થોડી ઊણપ રહી શકે છે.

લવઃ સંબંધોમાં આજે થોડું અંતર અથવા શાંતિપૂર્ણ સમય રહેશે. તમે અને જીવનસાથી એકબીજા સાથે વધુ વાત કર્યા વિના પોતાના વિચારોમાં થોડો સમય પસાર કરી શકો છો. અવિવાહિત લોકો આ સમય દરમિયાન પોતાને સમજવામાં અને તેમના હૃદયની વાત સાંભળવામાં વ્યસ્ત રહેશે. સંબંધોમાં સુમેળ અને સમજણ જાળવવી જરૂરી રહેશે.

સ્વાસ્થ્યઃ વધુ થાક અનુભવી શકો છો, તેથી શરીરને આરામ આપવાનો સમય છે. ધ્યાન અને યોગ માનસિક શાંતિ આપશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી વખતે પૂરતી ઊંઘ અને યોગ્ય આહાર લો.

લકી કલરઃ ગુલાબી

લકી નંબરઃ 4

***

મીન

Two of Wands

આજનો દિવસ નવી તકો અને આત્મનિર્ભરતાની શોધનો રહેશે. તમારી યોજનાઓ સાથે આગળ વધવા માટે તૈયાર છો અને નવા માર્ગ પર આગળ વધવાનું વિચારી શકો છો. પરિવારમાં સુમેળ રહેશે, પરંતુ લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે. વેપારમાં નવી તકો મળી શકે છે, પરંતુ નિર્ણય લેતા પહેલા તમામ પાસાઓ પર વિચાર કરવાનો સમય છે. ઘરનું વાતાવરણ સારું રહેશે, પરંતુ સમય આવશે કે કેટલાક જૂના મુદ્દાઓ પર વિચાર કરવામાં આવશે.

કરિયરઃ કોઈ નવા પ્રોજેક્ટ અથવા જવાબદારી વિશે વિચારશો, જેનાથી ભવિષ્યમાં મોટો ફાયદો થઈ શકે છે. આ જોખમ લેવાનો સમય છે, પરંતુ તે જ સમયે નિર્ણયોમાં વિશ્વાસ હોવો જોઈએ. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો તમારી પાસે સારા વિકલ્પો હોઈ શકે છે. તમારી મહેનત હવે રંગ લાવશે, થોડી ધીરજ રાખો.

લવઃ સંબંધોમાં આજે નવી દિશા મળી શકે છે. જીવનસાથી સાથે ભવિષ્ય વિશે વાત કરો અને નવા લક્ષ્યો વિશે વિચારો. અવિવાહિત લોકો નવો સંબંધ શરૂ કરવાનું વિચારી શકે છે. પ્રેમમાં નવી શરૂઆત કરવાનો અને લાગણીઓ વ્યક્ત કરવાનો આ સમય છે.

સ્વાસ્થ્યઃ નવી કસરત અથવા ફિટનેસ રૂટિન શરૂ કરવા માટે આ સારો સમય છે. તમારી જાતને સક્રિય અને સ્વસ્થ રાખવા માટે ધ્યાન અને યોગ પણ ફાયદાકારક બની શકે છે. શારીરિક અને માનસિક સંતુલન જાળવવું જરૂરી રહેશે.

લકી કલરઃ પીળો

લકી નંબરઃ 9