Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મોંઘવારીએ માજા મુકી છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓમાં જ ભાવ રોજેરોજ વધતા જાય છે ત્યારે રાંધણગેસમાં પણ ભાવ વધારો આસમાને આંબી ગયો છે. એક જ વર્ષમાં રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં રૂ.194નો જબ્બર વધારો થતા ભાવનગરના 1.20 લાખ રાંધણગેસના ગ્રાહકોને માથે વર્ષે રાંધણગેસમાં જ રૂ.2.32 કરોડનું ભારણ વધ્યું છે. એક સિલિન્ડર જે ગત વર્ષે આ સમયે રૂ.867નો હતો તે હવે વધીને રૂ.1061નો થઇ ગયો છે. જેથી મધ્યમ વર્ગીય પરિવારોને કિચન બજેટના બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઇ ગયા છે.

 

ભાવનગરમાં રાંધણ ગેસના 1 લાખ 20 હજાર જેટલા ગ્રાહકો છે. જેઓ હાલ એક સિલિન્ડર જે 14.5 કિલોનો હોય છે તેના રૂ.1061 ચૂકવે છે. આ વધારાએ છેલ્લાં વર્ષમાં માઝા મુકી છે. ગેસના બાટલાનો ઉપયોગ કરતા હજારો નાગરિકોને હવેથી દર મહિને 194 રૂપિયા લેખે ભારણ વધવા પામ્યું છે. સામાન્ય વ્યક્તિના ઘરમાં ગેસનો બાટલો 1 મહિના જેટલું ચાલતો હોય છે. જે ઘરોમાં સંયુક્ત કુટુંબો હોય અને 1 મહિનાથી ઓછા સમયમાં બાટલાનો વપરાશ થાય તો તેમનું ભારણ ક્યાં પૂછવું. કોરોના કાળ દરમિયાન ગેસના બાટલાની સબસિડી બંધ કર્યા બાદ ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.

સરકારે પુન: રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો ઝીંકી દીધો
જે ક્યાં જઇને અટકશે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. મોંઘવારીનો માર ફરી એકવાર પડયો છે. સરકારે પુન: રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો ઝીંકી દીધો છે તેથી રાંધણગેસનો બાટલો મોંઘો થઈ ગયો છે. રાંધણગેસના બાટલાના ભાવ રૂ. 1 હજારની સપાટી વટીને રૂ.1061 થઇ ગયા છે તેથી ભાવનગરની ગૃહિણીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે.