કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગુગલ ઈન્ડિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જેમિની AIએ જનરેટ કરેલા પ્રતિભાવો સામે ચેતવણી આપી છે. રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે ગૂગલે આઈટી એક્ટના નિયમો અને ક્રિમિનલ કોડની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે.
રાજીવ ચંદ્રશેખરે X પર એક પોસ્ટને રી-શેર કરી છે. જેમા જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગૂગલનું જેમિની AI કેટલાક ગ્લોબલ લીડર વિશે પૂછવામાં આવતા સવાલોનો ખોટો જવાબ આપે છે, જેમાં PM મોદીનો પણ સમાવેશ પણ થાય છે.
રાજીવ ચંદ્રશેખરે તેમની પોસ્ટમાં લખ્યું, 'આ IT એક્ટના મધ્યસ્થી નિયમો (IT નિયમો)ના નિયમ 3(1)(B)નું સીધું ઉલ્લંઘન છે અને ક્રિમિનલ કોડની ઘણી જોગવાઈઓનું પણ ઉલ્લંઘન છે.'