ઈરાને શુક્રવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચીએ કહ્યું, 'આ મુશ્કેલ સમયમાં વધુ સારી સમજણ બનાવવા માટે તેહરાન ઈસ્લામાબાદ અને નવી દિલ્હીમાં તેના કાર્યાલયોનો ઉપયોગ કરવા તૈયાર છે.'
હિમાચલ રાજભવન પરથી પાકિસ્તાનનો ધ્વજ હટાવી દેવામાં આવ્યો છે. ભારત-PAK તણાવ પર ઈરાન મધ્યસ્થી માટે તૈયાર છે. જમ્મુ મેડિકલ કોલેજને ઈમરજન્સી માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ, અમેરિકાએ પણ કહ્યું કે અમે ભારતની સાથે છીએ. યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર તુલસી ગબાર્ડે કહ્યું, 'અમે તમારી સાથે છીએ અને આ જઘન્ય હુમલાના ગુનેગારોને પકડવામાં તમને સમર્થન આપીએ છીએ.'
આજે પણ પહેલગામ હુમલાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. શુક્રવારે કોંગ્રેસે કોંગ્રેસ મુખ્યાલયથી કેન્ડલ માર્ચ કાઢી હતી. રાહુલ ગાંધીએ પણ આમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ હૈદરાબાદમાં કેન્ડલ માર્ચ કાઢી હતી.