ચેમ્પિયન્સ ટ્રોફીની ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 107 રને હરાવ્યું છે. શુક્રવારે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 6 વિકેટ ગુમાવ્યા બાદ 315 રન બનાવ્યા. જવાબમાં, અફઘાનિસ્તાન 43.3 ઓવરમાં 208 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
સાઉથ આફ્રિકા તરફથી રાયન રિકેલ્ટને સદી ફટકારી. તે મેચનો શ્રેષ્ઠ ખેલાડી પણ રહ્યો. એડન માર્કરમે 52, ટેમ્બા બાવુમાએ 58 અને રાસી વાન ડેર ડુસેને 52 રન બનાવ્યા. કાગીસો રબાડાએ 3 વિકેટ લીધી. અફઘાનિસ્તાન તરફથી રહમત શાહે 90 રન બનાવ્યા. મોહમ્મદ નબીએ 2 વિકેટ લીધી.
સાઉથ આફ્રિકા (SA): ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાયન રિકેલ્ટન, ટોની ડી જ્યોર્જી, રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરમ, ડેવિડ મિલર, વેઇન મુલ્ડર, માર્કો યાન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ અને લુંગી એન્ગિડી.
અફઘાનિસ્તાન (AFG): હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોહમ્મદ નબી, ગુલબદીન નઇબ, રાશિદ ખાન, નૂર અહમદ અને ફઝલ-હક ફારૂકી.