ફ્રાન્સે આતંકવાદી ઓસામા બિન લાદેનના પુત્ર ઓમર બિન લાદેન પર દેશમાં પાછા ફરવા પર કાયમ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. બીબીસીના જણાવ્યા અનુસાર, ફ્રાન્સના ગૃહમંત્રી બ્રુનો રિતેયુએ મંગળવારે આ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. ગૃહમંત્રી બ્રુનો રિતેયુએ કહ્યું કે, હવે ઓમર બિન લાદેન ફ્રાન્સ પરત ફરવાની આશા કાયમ માટે ખતમ થઈ ગઈ છે.
રિતેયુએ કહ્યું કે, ઓમરે સોશિયલ મીડિયા પર આતંકવાદને પ્રોત્સાહન આપવા સંબંધિત પોસ્ટ કરી હતી. 43 વર્ષનો ઉમર 2016થી ફ્રાન્સના નોર્મેન્ડીમાં રહેતો હતો. તેણે બ્રિટિશ નાગરિક ઝૈના મોહમ્મદ અલ-સબાહ (જેન ફેલિક્સ બ્રાઉન) સાથે લગ્ન કર્યા, ત્યાર બાદ તેને ફ્રાન્સમાં રહેવાની પરવાનગી આપવામાં આવી. અહીં તે પેઇન્ટિંગ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
ગત વર્ષે ઓમરે પિતા ઓસામા બિન લાદેનના જન્મદિવસ પર એક પોસ્ટ કરી હતી. આમાં તેણે તેના પિતાના વખાણ કર્યા હતા. આને આતંકવાદના સમર્થન તરીકે જોવામાં આવતું હતું. આ પછી, તેની ફ્રાન્સમાં રહેવાની પરમિટ બે વર્ષ માટે રદ કરવામાં આવી હતી. આ પછી તે પત્ની સાથે કતાર ગયો હતો.