રાજકોટ માર્કેટ યાર્ડમાં ઢોલરિયાબંધુએ જીરુંનો વેપાર કરી 146 કમિશન એજન્ટને રૂ.17.19 કરોડનો ધુંબો મારી દીધાની ઘટના બાદ તમામ કમિશન એજન્ટો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા અને એક સપ્તાહથી યાર્ડમાં હરાજીની કામગીરી ઠપ થઇ ગઇ હતી.
રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, યાર્ડના કમિશન એજન્ટો છેલ્લા એક સપ્તાહથી હડતાળ પર હતા. મંગળવારે તેમની હડતાળ સમેટી લેવા યાર્ડમાં ડાયરેક્ટરો સાથે કમિશન એજન્ટોની બેઠક મળી હતી જેમાં ઢોલરિયાબંધુના અન્ય સંબંધીઓએ ઊંઝા જે માલ પડ્યો છે તે વેચીને 3થી 4 મહિનામાં તમામ કમિશન એજન્ટોના નાણાં ચૂકવી આપવા ખાતરી આપતા કમિશન એજન્ટો હડતાળ સમેટી લેવા સંમત થયા છે અને બુધવારે યાર્ડમાં જે માલ પડ્યો છે તેની હરાજી પ્રથમ કરાશે અને બપોર બાદ ખેડૂતોનું નવા માલ સાથે યાર્ડમાં આગમન થશે.