Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વર્લ્ડકપ 1983ના વિજેતા કેપ્ટન કપિલ દેવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે - ક્યારેક વધારે પૈસા હોવાને કારણે પણ અભિમાન આવે છે. અત્યારના ખેલાડીઓ પૈસાના ઘમંડમાં ભૂતપૂર્વ ખેલાડીઓની સલાહ લેતા નથી અને વારંવાર એક જ ભૂલનું પુનરાવર્તન કરે છે. રમતમાં સુધારા માટે હંમેશા અવકાશ હોય છે.

તેઓ માને છે કે પોતે બધું જ જાણે છે
કપિલ દેવે 'ધ વીક'ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું- ક્રિકેટરોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. જૂના અને આજના ક્રિકેટરોમાં આ જ તફાવત છે. હું કહીશ કે એવા ઘણા ક્રિકેટરો છે જેમને મદદની જરૂર છે.

જ્યારે સુનીલ ગાવસ્કર ત્યાં છે તો તમે તેમની સાથે વાત કેમ નથી કરતા? અહંકાર ક્યાં છે? એવો કોઈ અહંકાર ન હોવો જોઈએ. તેઓ વિચારે છે કે અમે બધું જાણીએ છીએ. તે કદાચ બધું જાણતા હશે, પરંતુ જેણે ક્રિકેટની 50 સીઝન જોઈ હોય તેમની સલાહ લેવાથી નુકસાન તો નથી થવાનું ને?

ભારતીય ટીમે કપિલ દેવની કપ્તાનીમાં વર્લ્ડ કપ જીત્યો હતો
કપિલ દેવની કપ્તાનીમાં ભારતીય ટીમે 1983માં પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો હતો. લોર્ડ્સના મેદાનમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 43 રનથી હરાવ્યું હતું. વિન્ડીઝની ટીમ આ પહેલા 1975 અને 1979માં વર્લ્ડ કપ જીતી ચૂકી છે, તેથી વેસ્ટ ઈન્ડિઝને ફાઈનલ મેચમાં જીતની દાવેદાર માનવામાં આવતી હતી.