ચીન અને તુર્કીએ ભારત વિરુદ્ધ પાકિસ્તાનને શસ્ત્રો અને ડ્રોન પૂરા પાડ્યા છે. હવે ભારતે ગુરુવારે તુર્કીની કંપની સેલેબી એરપોર્ટ સર્વિસની સુરક્ષા મંજૂરી રદ કરી દીધી છે. સેલેબીએ દિલ્હી, મુંબઈ, કોચીન, કન્નુર, બેંગલુરુ, હૈદરાબાદ અને ગોવામાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પૂરી પાડી હતી.
આ પહેલાં, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ત્રણેય આતંકવાદીઓ એક ઘરમાં છુપાયેલા હતા. સુરક્ષા દળોએ ડ્રોનની મદદથી તેમને શોધી કાઢ્યા અને તેમનું એનકાઉન્ટર કર્યું.
ત્રાલમાં માર્યા ગયેલા આતંકવાદી આમિર નઝીર વાનીનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. આમાં તે તેની માતા સાથે વાત કરી રહ્યો છે. માતાએ કાશ્મીરી ભાષામાં આમિરને કહ્યું- દીકરા, સરેન્ડર કરી દે.
છેલ્લા ત્રણ દિવસમાં જમ્મુ અને કાશ્મીરમાં આ બીજું એન્કાઉન્ટર છે. આ પહેલાં, 13 મેના રોજ, શોપિયાન જિલ્લાના કેલરમાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.