સરકાર 1 જાન્યુઆરી, 2026થી 8મા પગાર પંચનો અમલ કરશે. પગાર પંચને 16 જાન્યુઆરી 2025ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન, સરકારને એવું સૂચન કરવામાં આવ્યું છે કે કર્મચારીઓના સ્તરોને મર્જ કરવામાં આવે. એવી પણ અપેક્ષા છે કે પગાર પંચ 2.86 સુધી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકે છે.
આ સાથે, કેન્દ્રીય કર્મચારીઓનો પગાર 40,000 રૂપિયાથી વધીને 1 લાખ રૂપિયા થઈ શકે છે. તે જ સમયે, પગાર, પેન્શન અને ભથ્થામાં સુધારો થવાથી 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને ફાયદો થશે.
આ કમિશન પગાર અને પેન્શનમાં ગોઠવણોનું મૂલ્યાંકન કરશે. અને ફિટમેન્ટ ફેક્ટર અને લઘુત્તમ વેતન ધોરણો જેવા મહત્વપૂર્ણ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરશે. લાખો કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના અમલની રાહ જોઈ રહ્યા છે. તેમને આશા છે કે આજની આર્થિક વાસ્તવિકતાઓ અનુસાર તેમાં ફેરફારો થશે.
16 જાન્યુઆરી, 2025ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી. જોકે, સરકારે હજુ સુધી 8મા પગાર પંચ માટે સંદર્ભની શરતો પ્રકાશિત કરી નથી. જોકે, બજેટ 2025માં કરદાતાઓ માટે અનેક દરખાસ્તો છે. તે જ સમયે, બજેટ દસ્તાવેજોમાં 8મા પગાર પંચના અમલીકરણમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ખર્ચનો ઉલ્લેખ નથી.