Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ મહાનગરપાલિકાએ ટી.પી. સ્કિમ હેઠળના રસ્તાઓ અને પ્લોટ પરથી દબાણ હટાવવા માટે ઝુંબેશ શરૂ કરીને અઠવાડિયામાં પાંચ દિવસ વન ડે વન રોડ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે રૈયામાં બે પ્લોટ પર બુલડોઝર ફેરવી 30.22 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ છે.


ટી.પી. શાખાના જણાવ્યા અનુસાર ટી.પી. સ્કીમ નં. 22(રૈયા), અંતિમ ખંડ નં.13/એ કે જે ડ્રીમ સીટી પાસે, મારવાડી વાસ સામે આવેલો રહેણાક વેચાણનો મનપાનો પ્લોટ છે તેમાં 20 ઝૂપડાં અને એક દેરી સહિત 3136 ચોરસમીટરમાં ખડકાયેલા દબાણ દૂર કરી 18.82 કરોડની બજાર કિંમત ધરાવતી જમીન ખુલ્લી કરાઈ હતી. આ ઉપરાંત ટી.પી. સ્કીમ નં.16(રૈયા), અંતિમ ખંડ નં.67/એ કે જે નંદ અમ્પાયર એપાર્ટમેન્ટ સામે, પાટીદાર મેઈન રોડ પરનો આવાસ યોજના માટેનો અનામત પ્લોટ છે તેમાં 2 ઓરડી બનાવીને 1629 ચોરસ મીટર જગ્યા પર દબાણ ખડકી દેવાયુ હતું. આ દબાણ દૂર કરીને 11.40 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી જગ્યા ખુલ્લી કરાઈ છે. મનપા આગામી એક માસ સુધી સતત દબાણ હટાવવાની કામગીરી કરશે કારણ કે ચોમાસુ આવતા જ ડિમોલિશનની કામગીરી અટકાવી દેવાશે.