રાજસ્થાન રોયલ્સ (RR)એ IPL 2025માં પોતાના અભિયાનનો અંત જીત સાથે કર્યો. ટીમે પોતાની છેલ્લી લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું. રોયલ્સે 188 રનનો ટાર્ગેટ 17.1 ઓવરમાં 4 વિકેટે ચેઝ કરી લીધો. ચેન્નઈએ 20 ઓવરમાં 8 વિકેટે 187 રન બનાવ્યા હતા. અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.
ધ્રુવ જુરેલે મથિશા પથિરાનાના બોલ પર છગ્ગો ફટકારીને રાજસ્થાનને જીત અપાવી. તેણે 12 બોલમાં અણનમ 31 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશી 57 અને સંજૂ સેમસન 41 રન બનાવીને આઉટ થયા. બંનેએ 98 રનની ભાગીદારી કરી. ઓપનર યશસ્વી જયસ્વાલે 19 બોલમાં 36 રન બનાવ્યા. CSKના રવિચંદ્રન અશ્વિનને 2 વિકેટ મળી.
CSK તરફથી કેપ્ટન એમએસ ધોનીએ 17 બોલમાં 16 રન બનાવ્યા. તેણે T20માં 350 છગ્ગા પૂર્ણ કર્યા. ધોની ઉપરાંત, ડેવાલ્ડ બ્રેવિસે 42 રન અને આયુષ મ્હાત્રેએ 43 રનની ઇનિંગ રમી. શિવમ દુબેએ 39 રન બનાવ્યા. RRના યુદ્ધવીર સિંહ અને આકાશ મધવાલે 3-3 વિકેટ લીધી.