મુંબઈ ઇન્ડિયન્સે IPL 2025ના પ્લેઑફમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે બુધવારે દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવ્યું. MI પ્લેઑફમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. ગુજરાત, બેંગલુરુ અને પંજાબ પહેલેથી જ પ્લેઑફમાં પહોંચી ચૂકી છે.
વાનખેડે સ્ટેડિયમ ખાતે 181 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી દિલ્હીની ટીમ 18.2 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સમીર રિઝવીએ 39 રન બનાવ્યા. MI તરફથી જસપ્રીત બુમરાહ અને મિચેલ સેન્ટનરે 3-3 વિકેટ ઝડપી.
ટૉસ હાર્યા બાદ બેટિંગ કરતી મુંબઈએ 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવે 73 રન બનાવ્યા. તેણે નમન ધીર સાથે મળીને છેલ્લા 12 બોલમાં 48 રન ઉમેર્યા. નમન 8 બોલમાં 24 રન બનાવી અણનમ રહ્યો. દિલ્હી તરફથી મુકેશ કુમારે 2 વિકેટ લીધી.
19મી ઓવર નાખી રહેલા જસપ્રીત બુમરાહે મુસ્તફિઝુર રહેમાનને બોલ્ડ કરી દીધો. આ સાથે દિલ્હી 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મુંબઈએ આ મેચ 50 રનથી જીતીને પ્લેઑફમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે.