ભારતીય રિઝર્વ બેન્કે એક રસપ્રદ અભ્યાસમાં પામ્યુ છે કે અવકાશમાંથી શહેરોમાં દેખાતી રાત્રિની લાઇટ્સ ફક્ત તે વિસ્તારના વીજ વપરાશ અથવા સમૃદ્ધિનો સંકેત નથી, પરંતુ તે દેશના અર્થતંત્રનું વિશ્વસનીય માપ પણ બની રહ્યું છે. આરબીઆઈ એ ‘આર્થિક પ્રવૃત્તિ અને બેન્ક નોટ્સ: ન્યૂ એપ્રોચ’માં આ પરિણામો રજૂ કર્યા છે.
જીએસડીપી: રાજ્યવાર ડેટા દર્શાવે છે કે રાત્રિના પ્રકાશની તીવ્રતા અને કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન (જીએસડીપી) વચ્ચે પ્રમાણસર સંબંધ છે. એક મોડેલમાં જીએસડીપીમાં 1% વધારા સામે રાત્રિના પ્રકાશમાં 0.63% નો વધારો જોવા મળ્યો. આ દર્શાવે છે કે જેમ જેમ અર્થતંત્ર સક્રિય થાય છે, તેમ તેમ રાત્રિનો પ્રકાશ પણ તે જ પ્રમાણમાં વધે છે.
ટેક્સ: જ્યારે રાત્રિના પ્રકાશને કર વસૂલાત સાથે જોડવામાં આવ્યો, ત્યારે એવું જાણવા મળ્યું કે જ્યાં કર વસૂલાતમાં વધારો થયો, ત્યાં રાત્રિના પ્રકાશની તીવ્રતા પણ વધી. ટેક્સમાં 1% વધારાથી નાઇટ લાઇટ્સમાં 1.21% નો વધારો જોવા મળ્યો.