અર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ રાજકોટ રેલવે સ્ટેશન પર તેના નિર્ધારિત સમય કરતા 24 કલાક મોડી પહોંચી હતી. જેના કારણે તેમાં સવાર 80 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ પરેશાન થયા હતા. પનવેલ પાસે રેલવે ટ્રેક પર અકસ્માતના કારણે ટ્રેનને ત્યાંજ રોકી દેવાઇ હતી.
પેરિંગ રેકમાં 19 કલાકથી વધુ લેટ થવાને કારણે, ઓખાથી 2જી ઓક્ટોબરના ઉપડનારી ટ્રેન નંબર 16337 ઓખા-અર્નાકુલમ એક્સપ્રેસને રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી 2 ઓક્ટોબરના 15 કલાક 45 મિનિટ મોડી એટલે કે સવારે 6.45 કલાકના બદલે 22.30 વાગ્યે ઉપડી હતી.