Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રવિવારે રશિયાએ યુક્રેન પર પોતાનો સૌથી મોટો હવાઈ અને ડ્રોન હુમલો કર્યો. અહેવાલો અનુસાર, સરકારી ઈમારત પર હુમલા બાદ આગ લાગી હતી. આ ઈમારતમાં યુક્રેનિયન પીએમ ઓફિસ સહિત અનેક મહત્ત્વપૂર્ણ ઓફિસો આવેલી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશભરમાં થયેલા હુમલામાં એક બાળક સહિત ચાર લોકો માર્યા ગયા છે.

યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ કિવમાં મુખ્ય સરકારી ઇમારતને નિશાન બનાવી હતી. સાડા ત્રણ વર્ષના યુદ્ધમાં આવું પહેલી વાર બન્યું છે.

યુક્રેનિયન વાયુસેના અનુસાર, રશિયાએ 805 ઈરાની બનાવટના શાહેદ ડ્રોન અને ડેકોય, તેમજ 17 ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલો લોન્ચ કરી હતી.

બદલો લેવા માટે, યુક્રેને રશિયાની દુઝબા પાઇપલાઇન પર ડ્રોન હુમલો કર્યો, જે રશિયાથી હંગેરી અને સ્લોવાકિયાને તેલ સપ્લાય કરે છે.