Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હવામાન વિભાગ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ જૂન મહિનાના વરસાદના આંકડાઓમાં મહુવા અને કંડલામાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. ગઇકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને મહુવામાં અત્યારસુધીનો સૌથી વધુ વરસાદ પડ્યો છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


આ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા અને નગર-હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ જિલ્લામાં આજે યલો એલર્ટ રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.