ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટેની અપીલ કરવા માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવવાના છે. 173 ડાંગ વિધાનસભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો આજે બપોરે 12 વાગ્યે આહવાના મુખ્ય માર્ગ ઉપર યોજાશે.
ડાંગ જિલ્લામાં આ વખતે પેહલી વાર રસાકસી ભર્યો ત્રી-પાંખીયો જંગ જામશે. કોંગ્રેસના ગઢમાં ભાજપા બે વાર ગાબડું પાડવામાં સફળ રહ્યું છે. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી જીતના સમીકરણો બદલાય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતભરમાં દરેક પાર્ટીઓમાં ટિકિટને લઈને વાદ વિવાદ જોવા મળ્યો હતો. ડાંગમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.