ઊંઝામાં ઐઠોર ચોકડી પાસે આવેલ લાલબહાદુર શાસ્ત્રીનગર સોસાયટીમાં જાહેર રોડ પર સ્ટ્રીટલાઇટના અજવાળે રાત્રે જુગાર રમતાં ચાર શખ્સોને રૂ. 10130ના મુદ્દામાલ સાથે ઊંઝા પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
જ્યારે ઊંઝાના ઔઠોર ગામના ચોરામાં દુધગંગા ડેરીની આગળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ચાર શખ્સોને રૂ. 13330ના મુદ્દામાલ સાથે ઉનાવા પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત કડીના ઇરાણા ગામે ઠાકોરવાસના નાકે રમાતા જુગાર સ્થળે નંદાસણ પોલીસે રેઇડ કરીને 5 શખ્સોને રૂ. 11470ના મુદ્દામાલ સાથે ઝડપીને પોલીસ સ્ટેશને કાર્યવાહી કરાઇ છે.પોલીસની ત્રણ રેડમાં કુલ 15 જુગારી કુલ રૂ.34930ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.