Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગત 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકદંરે તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે રાતના 10 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.


રાજ્યમાં આગામી સપ્તાહથી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 56 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ ડાંગના સુબીરમાં સવાત્રણ ઇંચ, જ્યારે તાપીના ડોલવણમાં પોણાત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા પણ છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.