Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

તમારા સમોસામાં કેટલું તેલ છે, લાડુ અને જલેબીમાં કેટલી ખાંડ છે અને વડાપાંઉમાં કેટલી કેલરી છે તેની માહિતી પણ નાસ્તા સાથે ઉપલબ્ધ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ વિભાગોને તેમની કેન્ટીનમાં વેચાતી વસ્તુઓ માટે 'તેલ અને ખાંડ' ચેતવણી બોર્ડ લગાવવા જણાવ્યું છે.


ભારતમાં વધી રહેલું ઝાડાપણુ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગને ઘટાડવા માટે આરોગ્ય મંત્રાલયે આ પગલું ભર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આની શરૂઆત નાગપુર AIIMSની કેન્ટીનથી થઈ રહી છે.

ભારત સરકારનું આરોગ્ય મંત્રાલય હવે સમોસા, જલેબી, લાડુ અને વડાપાંઉ જેવી ખાદ્ય ચીજોને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણશે અને તેના પર ચેતવણી આપવી પડશે. આ માટે કેન્દ્રીય સંસ્થાઓમાં 'તેલ અને ખાંડ ચેતવણી બોર્ડ' લગાવવા સૂચના આપવામાં આવી છે.