Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝનની 18મી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે પંજાબના PCA સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં મોહિત શર્મા, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહાના શાનદાર પર્ફોર્મન્સને કારણે ટીમને જીત મળી હતી. 154 રનના ટાર્ગેટને GTએ એક બોલ બાકી રાખી જ ચેઝ કરી લીધો હતો.

IPLમાં રિટર્ન મેચ રમી રહેલા મોહિત શર્માએ ગુજરાત ટીમ તરફથી ડેબ્યુ કર્યું હતું. તેણે આ ડેબ્યુને સાર્થક કરતાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4.5ની ઇકોનોમીથી, એટલે કે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેની સચોટ લાઇન એન્ડ લેન્થને કારણે તેણે બે સેટ બેટર્સને આઉટ કર્યા હતા. તેણે જીતેશ શર્મા અને સેમ કરનને પેવેલિયન ભેગા કર્યા હતા.

ગુજરાત ટાઇટન્સના વિકેટકીપર બેટર રિદ્ધિમાન સાહાએ આજે વિકેટકીપર પાછળ જોરદાર કન્ટ્રિબ્યુશન આપ્યું હતું. મોહિત શર્મા પંજાબની ઇનિંગની 13મી ઓવર નાખી રહ્યો હતો. ત્યારે તે ઓવરના બીજા બોલે જીતેશ શર્માને બોલ નાખતાં એડ્જ વાગીને વિકેટકીપર સાહાના હાથમાં ગયો હતો. ત્યારે સાહાએ હાર્દિકને DRS લેવા માટે રાજી કર્યો હતો. હાર્દિકે સાવ છેલ્લી સેકન્ડના અંતે રિવ્યુ લીધો હતો, જે સફળ રહ્યો હતો. આમ, તેણે સેટ બેટર જીતેશ શર્માને આઉટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કોઈ રિવ્યુ માટે તૈયાર નહોતું, બોલર મોહિત શર્મા પણ નહીં. ત્યારે સાહાનો આ DRSનો નિર્ણય સચોટ નીકળ્યો હતો.