Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ટેક્સી પાસીંગ ગાડીઓને કોઇપણ પ્રકારની સુવિધા આપ્યા વિના એરપોર્ટ ઓથોરીટી ચાર્જ વસુલતા કેબ એસોસીએશનના સદસ્યો, ટેક્સી ડ્રાયવરોએ બે દિવસ સુધી ધરણા કર્યા બાદ ચાર્જ વસુલવા બાબતે એરપોર્ટ ડીરેકટર દિગંત બોરાહને રૂબરૂ મળી લેખીતમાં આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, આ એસોશીએશન આખા ગુજરાતમાં રજીસ્ટર છે. ટેક્સી પાસીંગનો ટેકસ ભરી લીગલી ધંધો-વ્યવસાય કરીએ છીએ. દેશભરમાં એરપોર્ટમાં કોઇ એરપોર્ટ ઉપર ટેક્સી ગાડીઓ માટે ડ્રોપીંગ ચાર્જ લેવામાં આવતો નથી.

એક માત્ર આપણા રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં રૂ. 40 ચાર્જ વસુલવામાં આવે છે.તે તાકીદે રદ કરવા અને ટેક્સી ગાડીઓ માટે 10 મીનીટ ડ્રોપીંગ ફ્રી રાખવા અને 10 મીનીટ બાદ નોમીનલ ચાર્જ રાખવા માંગણી છે. આ ઉપરાંત ટેકસી પાસીંગ ગાડીઓ માટે એરપોર્ટની અંદર મીનીમમ 15 થી 20 ગાડીઓ પાર્કિંગમાં રહી શકે તેવી પાર્કિંગ વ્યવસ્થા કરવા, એરપોર્ટમાં ડ્રાઇવર લોન્જમાં અલીગઢી તાળા લાગ્યા છે તે ખોલી લોન્જ શરૂ કરવા માંગણી છે. આ ઉપરાંત એરપોર્ટ ઓથોરીટી દ્વારા પ્રીપેડ કાઉન્ટર શરૂ કરવું જેથી ક્રમ વાઇઝ ટેકસી ગાડીઓની કાઉન્ટર પર બુકીંગ થાય. નંબર વાઇઝ ગાડીઓને પ્રવેશ મળી શકે. ચા-પાણીની વ્યવસ્થા માટે કેન્ટીન અને કોર્નર સ્પેસ ટેબલ ખુરશી આપી તેનો ભાડા પેટે નોમીનલ ચાર્જ રાખવા સહીતની કેબ એસોસીએશન પ્રમુખ ધનરાજસિંહ ઝાલા, ઉપપ્રમુખ પિયુષ બારાઇ સહિતના સદસ્યો ટેક્સી ડ્રાઇવરોએ માંગણી ઉઠાવી છે.