Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતમાં અમેરિકાનાં સ્થાયી રાજદૂતની છેલ્લા બે વર્ષથી નિમણૂંક કરવામાં આવી નથી.આવુ પ્રથમ વખત બન્યું છે જ્યારે, નવી દિલ્હી સ્થિત અમેરિકન દુતાવાસમાં આટલા સમયથી સ્થાયી રાજદૂતની વરણી કરવામાં આવી નથી. રાષ્ટ્રપતિ જો બાઇડન લોસ એન્જલસનાં પૂર્વ મેયર એરિક ગાર્સેટીને રાજદૂત તરીકે પહેલા જ સમર્થન આપી ચુક્યા છે. છતાં અડચણો આવી રહી છે.


વરણીને લઇને જાહેરાત બાઇડન 567 દિવસ પહેલા જ કરી ચુક્યા છે. તેમના સમર્થનમાં વ્હાઇટ હાઉસ પણ છે. જો કે તેમની વરણી થઇ શકશે કે કેમ તે બાબત સ્પષ્ટ થઇ નથી. છેલ્લા બે વર્ષોમાં સેનેટર સવાલ કરી રહ્યા છે કે, ગોર્સેટીને તેમના ટોપ સલાહકાર રિક જેકબ્સની સામે કરવામાં આવેલા યૌન ઉત્પીડનનાં આરોપોની માહિતી કેમ નથી. સાંસદ ચક ગ્રાસલેની ઓફિસમાં તપાસ કરનાર અધિકારીઓએ આ બાબત તરફ ધ્યાન પણ આપ્યું હતું.

ગાર્સેટીની રાજદૂત તરીકે નવી દિલ્હીમાં વરણી ગયા વર્ષનાં અંતે ફરી અટવાઇ પડી હતી. એ વખતે વ્હિસલબ્લોઅર આયોવાનાં રિપબ્લિકનનાં સંપર્કમાં આવતા નવી ચર્ચા છેડાઇ હતી. અન્ય સેનેટરોએ કહ્યું છે કે, આ મામલે સુનાવણી થવી જોઇએ. ભલે બાઇડન વહીવટીતંત્ર આશા રાખે છે પરંતુ તપાસ થવી જોઇએ. ગાર્સેટી રાજદૂત બનશે તેવી આશા બાઇડન તંત્ર રાખે છે.