સરકારે સપ્ટેમ્બર 2023માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીમાંથી 1.63 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ એક વર્ષ પહેલા એટલે કે સપ્ટેમ્બર 2022 કરતા 10.2% વધુ છે. ત્યારબાદ જીએસટીમાંથી 1.47 લાખ કરોડ રૂપિયા એકત્ર થયા હતા. જ્યારે એક મહિના પહેલા ઓગસ્ટમાં સરકારે 1.59 લાખ કરોડ રૂપિયા અને જુલાઈમાં GST 1.65 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
સપ્ટેમ્બરમાં આ સતત 7મી વખત રેવન્યુ કલેક્શન રૂ. 1.5 લાખ કરોડથી ઉપર રહ્યું છે. જો કે, અત્યાર સુધીમાં સૌથી વધુ જીએસટી કલેક્શન એપ્રિલ 2023માં થયું હતું, જ્યારે આ આંકડો રૂ. 1.87 લાખ કરોડને પાર કરી ગયો હતો. આ સિવાય સતત 19 મહિનાથી દેશનું GST કલેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહ્યું છે.
નાણા મંત્રાલયે કહ્યું કે, 'ઓગસ્ટ 2023માં GSTની આવક 1,62,712 કરોડ રૂપિયા હતી. જેમાં CGST રૂ. 29,818 કરોડ, SGST રૂ. 37,657 કરોડ,IGST રૂ. 83,623 કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલા રૂ. 41,145 કરોડ સહિત) અને સેસ રૂ. 11,613 કરોડ હતો. સેસમાં માલની આયાતમાંથી મળેલા રૂ. 881 કરોડનો સમાવેશ થાય છે.
FY24માં અત્યાર સુધીમાં રૂ. 8.3 લાખ કરોડનું GST કલેક્શન
નાણાકીય વર્ષ 2023-24માં એટલે કે છેલ્લા પાંચ મહિનામાં અત્યાર સુધીમાં કુલ 9.93 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે. જો આપણે સમગ્ર નાણાકીય વર્ષ 2022-23ની વાત કરીએ તો કુલ GST કલેક્શન 18.10 લાખ કરોડ રૂપિયા હતું.