Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇઝરાયલના યરુશલમમાં બે બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં એક ટીનેજરનું મૃત્યુ થયું છે. 19થી વધુ લોકો ઘાયલ થયાની માહીતી છે. હાલમાં બ્લાસ્ટ નું કારણ સામે નથી આવ્યું. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. મામલાની તપાસ થઇ રહી છે


એક પોલીસ અધિકારીએ કહ્યું- પહેલો બ્લાસ્ટગિવટ શોલ બસ સ્ટોપમાં સવારે 7 વાગ્યાની આસપાસ થયો. અહીં એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું. 11 લોકો ઘાયલ થયા. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અનુસાર ઘટના સ્થળે એક બેગમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો. બીજો ધમાકો 30 મિનિટ પછી રિમોટ જંક્શનની પાસે આશરો 7.30 વાગે થયો. બંને બ્લાસ્ટ 5 કિલોમીટરના અંતરમાં થયા હતા.

પોલીસનું કહેવું છે કે આ એક આતંકી હુમલો હોઇ શકે છે. એક અધિકારીએ કહ્યું કે આ હુમલો ફિલિસ્તાની હુમલો છે. જોકે હજુ સુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. ઇઝરાયલ પોલીસ કમિશનર કોબી શબતાઇના કહેવા મુજબ બે લોકોએ હુમલો કર્યો છે.