Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એઆઇ અનપેક્ષિત પરિવર્તન લાવી રહી છે તેનું તાજું દૃષ્ટાંત અમેરિકામાં જોવા મળ્યું હતું. અમેરિકાની કર્ટનીના 4 વર્ષના પુત્ર એલેક્સને અજીબ પ્રકારની બીમારી હતી. એ પીડાથી કણસતો હતો. તમામ પ્રકારની વસ્તુઓ ચાવવાનો પ્રયાસ કરતો. લંબાઈ વધવાની પ્રક્રિયા અટકી ગઈ હતી. તેના શરીરના ડાબા અને જમણા ભાગ અસમતોલ થઈ ગયા હતા. 3 વર્ષ સુધી જુદા જુદા સમયે 17 ડૉક્ટરને બતાવ્યું, પરંતુ એક પણ તબીબ બીમારી પકડી ન શક્યા. હારીથાકીને માતા કર્ટનીએ સારવાર માટે એઆઇ ટૂલ ચેટજીપીટીનો આશરો લીધો.


તેમણે બાળકનો એમઆરઆઇ રિપોર્ટ ક્રમાનુસાર ચેટજીપીટીમાં મૂક્યો. એલેક્સ ઝંપીને બેસતો ન હોવાનું ચેટજીપીટીએ નોંધ્યું. આને કારણે સંરચનાત્મક હિસ્સામાં તકલીફ થઈ શકે છે અને તેણે નિદાન કરતાં જણાવ્યું કે એલેક્સ ન્યૂરોલોજિકલ સિન્ડ્રોમ ‘ટેથર્ડ કોડ’ સામે ઝઝૂમી રહ્યો છે. આ બીમારીમાં કરોડરજ્જુનાં હાડકાં કરોડની આસપાસની માંસપેશીઓ સાથે જોડાયેલી હોય છે. ત્યાર પછી કર્ટનીએ અન્ય એક ન્યૂરોસર્જનને ચેટજીપીટીએ આપેલું નિદાન કહ્યું. ડૉક્ટરે તપાસતાં ચેટજીપીટીનું નિદાન સાચું હોવાનું જાણવા મળ્યું.