માર્કેટ નિયામક સેબીએ અનરજીસ્ટર્ડ અને સોશિયલ મીડિયા પર સ્ટોક્સની ટિપ્સ આપનાર કંપનીઓ વિરુદ્ધ રેગ્યુલેશન લાવવાની કવાયત હાથ ધરી છે. સેબી તેના પર ડિસ્કશન પેપર રજૂ કરશે. નિયામક તેના પર શેરધારકો પાસેથી સૂચનો લેશે. ત્યારબાદ સેબી માર્ગદર્શિકા જારી કરશે. સેબીના હોલ ટાઇમ મેમ્બર અનંત નારાયણે શુક્રવારે જાણકારી આપી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ શેર કરવામાં આવીત દરેક માહિતી હંમેશા વિશ્વસનીય હોતી નથી અને આ પ્રકારના પ્લેટફોર્મ્સ પર શેર કરાતી જાણકારી હંમેશા ભાવનાઓ, અફવાઓ તેમજ ખોટી માહિતીથી પ્રભાવિત હોય છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો પાસે સ્ટોક માર્કેટને લઇને કોઇપણ જાતની પ્રોફેશનલ આવડત, અનુભવ હોતો નથી અને તેઓની સલાહ માત્ર મર્યાદિતી માહિતી અને પૂર્વગ્રહ આધારિત દૃષ્ટિકોણ આધારિત હોય છે. એટલે જ સોશિયલ મીડિયા પર અપાતી ટિપ્સને લઇને સતર્ક રહેવું જરૂરી છે તેમજ રિસર્ચ સાથે રોકાણ કરવું હિતાવહ છે.