લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે વાત ભચાઉમાં સાર્થક કરતો એક બનાવ તાજેતરમાં બની ગયો જેમાં ઓનલાઇન એપ ના સકંજામાં આવીને 1000 જેટલા યુવાનોને છેતરી એપ દ્વારા પાંચ થી આઠ કરોડ નો ચૂનો લગાવી એ બંધ કરી દેતા અમુકે સાયબર ક્રાઇમ પોલીસનું શરણું લીધું હતું.
ભચાઉમાં છએક મહિના પહેલા એક પર પ્રાંતીય યુવાન ના કહેવાથી સ્થાનિક યુવાનને એલડીસીઓ નામની એપ મોબાઇલમાં ડાઉનલોડ કરાવવામાં આવી જેમાં બિહારથી કંપનીના એમ્પ્લોય તરીકે મહિલા સાથે વાતચીત કર્યા બાદ તેની અંદર રોકાણ કરવાનું સમજી યુવાન દ્વારા પ્રથમ 520 રૂપિયાથી શરૂઆત કરવામાં આવી જેમાં માત્ર બે દિવસમાં રૂપિયા બમણા થવા લાગ્યા.
ત્યારબાદ એક કંપની દ્વારા યુવાનને ચેન સર્કલથી જોડવા સમજાવવામાં આવેલ અને ધીરે ધીરે કરીને 200 માણસોનો સમૂહ જોડાયો જેમાં એક કંપનીએ વિવિધ પશુ પક્ષી ના ફોટા ઉપર નક્કી કરેલા રૂપિયા રોકવાનું શરૂ કરવામાં આવ્યું જેમાં કૂકડા નામનું પક્ષી ખૂબ જ પ્રસિદ્ધ થયું અને પાંચ હજાર જેટલા યુવાનો કૂકડામાં ફસાવવા લાગ્યા હતા.
જેમાં સમયસર ચેતી જતા કેટલાક ભચાઉના યુવાનો લાખોપતિ પણ થયા હોવાનું જાણવા મળ્યું છે. એલડીસીઓમા પ્રથમ જોડાવવા માટે યુપીઆઈ આઈડી દ્વારા કંપનીમાં રિચાર્જ કરવામાં આવતું અને આ રીતે રોકાણ શરૂ કરવામાં આવ્યું હતું. રોકાણ કરવામાં ભચાઉ ના મોટાભાગના શ્રમિક લોકો જોડાયા હતા.