Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે જન-જીવનને અસર થઈ હતી. ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, તો અનેક જગ્યાએ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ધોળકા પંથકમાં અનારાધ વરસાદને લીધે ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ, ધોળકા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે સરખેજ-ધોળકા હાઈવેને વાહનવ્યહાર માટે બંધ કરાયો હતો. પાણી ભરાવાને કારણે તમામ પ્રકારના વાહનોની સલામતી જોખમાઈ રહી છે.

વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, વિભાગ દ્વારા જરૂરી મંજૂરી મેળવીને આ રસ્તો તાત્કાલિક અસરથી બંધ કરાયો છે. અમદાવાદ જવા-આવવા માટે બાવળા-ધોળકા રસ્તો અને ધોળકા-સરોડા-અમદાવાદ રસ્તા જેવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે કહેવાયું છે.