Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ગુરુવારે મોસ્કોની મુલાકાત દરમિયાન ક્રેમલિન ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સુરક્ષા, આર્થિક અને ઉર્જા સહયોગ પર દ્વિપક્ષીય વાટાઘાટો માટે મળ્યા હતા.


રશિયન રાજ્ય મીડિયા સ્પુટનિકે એક વીડિયો બહાર પાડ્યો જેમાં ડોભાલે ભારત-રશિયા સંબંધોને "ખૂબ જ ખાસ" ગણાવ્યા અને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો.

તેમણે કહ્યું, "આપણા સંબંધો ખૂબ જ ખાસ અને જૂના છે. અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને ખૂબ મહત્વ આપીએ છીએ"

પુતિન આ વર્ષે ભારત આવી શકે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષના છેલ્લા અઠવાડિયામાં ભારતની મુલાકાતે આવી શકે છે. રશિયન સમાચાર એજન્સી TASS અનુસાર, આ માહિતી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આપી છે.

ડોભાલે રશિયન સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઇગુ સાથેની મુલાકાતમાં કહ્યું - "હવે આપણી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે, જેની અમે પ્રશંસા કરીએ છીએ. આપણા દેશો વચ્ચે મજબૂત ભાગીદારી છે અને અમે ઉચ્ચ સ્તરે વાત કરીએ છીએ."

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ બુધવારે રશિયા પહોંચ્યા. તેઓ રાષ્ટ્રપતિ પુતિનને મળી શકે છે. ઓપરેશન સિંદૂર પછી ડોભાલની આ પહેલી મોસ્કો મુલાકાત છે.