બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહઅધ્યક્ષપદે રાજકોટના દિલીપ પટેલની નિમણૂક કરાઈ છે. દિલીપ પટેલ બાર કાઉન્સિલની છેલ્લા બે ટર્મમાં સૌથી વધુ મતથી જીતનારા સભ્ય રહી ચૂકયા છે અને છેલ્લા 20 વર્ષથી બાર કાઉન્સિલના વિવધ હોદ્દા પર ફરજ બજાવી ચૂક્યા છે.
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નિમણૂક થયા બાદ ભારતના વિવિધ બાર કાઉન્સિલો તથા વિવિધ રાજ્યોમાં જઈ અને વકીલો માટે પ્રવાસ કરેલો હતો. દિલીપ પટેલની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહઅધ્યક્ષપદે નિમણૂક થતા સૌ કોઇએ તેની આ નિમણૂકને આવકારી છે.
દિલીપ પટેલે જણાવ્યું હતું કે , વકીલના કોઈપણ પ્રશ્ન હોય તેમનું તાકીદે નિરાકરણ કરશે. તેમજ જે કાંઈ પ્રશ્ન હોય તે લેખિતમાં મોકલી આપવા માટે પણ સભ્યોને જણાવ્યું છે.