Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગુરુવારે 9 મે 2023ના રમખાણો સંબંધિત 8 કેસોમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જામીન આપ્યા છે. 9 મેના રોજ ઇમરાન ખાનના સમર્થકોએ રાવલપિંડીમાં આર્મી જનરલ હેડક્વાર્ટર (GHQ) અને લાહોરમાં લશ્કરી અધિકારીઓના ઘરો પર હુમલો કર્યો હતો.

ઇમરાન ખાન પર આ રમખાણનું કાવતરું ઘડવાનો આરોપ હતો. ઇમરાનને જામીન આપવાનો નિર્ણય મુખ્ય ન્યાયાધીશ યાહ્યા આફ્રિદીની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આપ્યો હતો. ઇમરાન હાલમાં રાવલપિંડીની આદિયાલા જેલમાં બંધ છે.

કોર્ટના આ નિર્ણય પછી પણ, ઈમરાન જેલમાંથી મુક્ત થશે નહીં કારણ કે તેની સામે ઘણા અન્ય કેસ પેન્ડિંગ છે અને તે 50 અબજ પાકિસ્તાની રૂપિયાના ભ્રષ્ટાચાર કેસમાં 14 વર્ષની સજા ભોગવી રહ્યા છે.